63 - ૪ માર્ચ / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ


      હમણાં તો આખી હોસ્ટેલનાં દિવસ-રાત બદલાઈ ગયાં છે. પરીક્ષાની મોસમ બરાબર બેસી ગઈ છે. મોડી રાત સુધી જાગતા બલ્બો, દિવસે બંધ રૂમનાં બારણે લટકતી સૂચનાઓ – ડોન્ટ ડિસ્ટર્બ, કોઈપણ સમયે વાગતા એલાર્મ, ખાનગીમાં રૂમમાં વીજળીની સગડી પર બનતા ગરમ-ગરમ નાસ્તા... ખાવા-ગાવા અને નહાવાનાં – ઊંઘ ઉડાડવાના અવનવા નુસખા. ખરેખર માણસ સૌથી વધુ એડજેસ્ટેબલ પ્રાણી છે. મને હતું કે વૃંદા વિના હું નહીં રહી શકું પણ....


0 comments


Leave comment