6 - સવાર / ભાનુપ્રસાદ પંડ્યા


અંધારમાં વિટપથી ખગને હણંતો
સંકેલતો ઉલુક પાંખ નિહાળી પ્રાચી !
સંતાપનો હરિણ નીંદરતાં અરણ્યે –
આ કેસરી સરી જતો નિજ બોડમાંહીં !

જો શર્વરી સહ પલાયન ધૂર્તટોળી –
કૌટિલ્યનાં પળત પ્રેત શું મોં વકાસી ?
વારાંગનાભવમાં વિલસી રહેલું
કંકાલ પંચશરનું વિરમી ગયું છે !

નિશ્વેતના નિરવ સૃષ્ટિ મહીં સૂતેલો
જાગ્યો હવે સમય હ્યાં ઘટિકાટકોરે
ત્યાં મંદિરે રજનીમાં પરદાનશીન –
છૂટે જરી નજરકેદથી વિશ્વનાથ !

દેખું અહીં ક્ષિતિજથી ધસતી સવાર
ચૈતન્યના તુરગપે થઈને સવાર !


0 comments


Leave comment