68 - ૨૮ માર્ચ / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ


      યુનિવર્સિટી પરીક્ષાનું ટાઈમટેબલ આવી ગયું. વૃંદાની પરીક્ષા પચ્ચીસ એપ્રિલથી શરુ થાય છે. હું તો હાજર નહીં હોઉ. પહેલી એપ્રિલથી મમ્મીની મોર્નિંગ સ્કૂલ થશે. મહિનો એને ગરમ-ગરમ જમાડીને વેકેશન માણીશ. (વૃંદાના વિચારમાંથી પણ કંઈક મુક્ત થવાશે, થવાશે ?) વૃંદાને પરીક્ષાની અ-બોલ શુભેચ્છાઓ... એને એ બધું જ મળે, જે એ ચાહે છે....

      આવતી કાલે સવારે ગાઈડને થિસિસના પહેલા પ્રકરણનો ફાઈનલ ડ્રાફ્ટ આપી બપોરે નવાનગર જવા નીકળી જઈશ.


0 comments


Leave comment