34 - આ અજબ શબ્દોનું છળ છે સાવધાન / ઉર્વીશ વસાવડા


આ અજબ શબ્દોનું છળ છે સાવધાન,
એક તોફાની વમળ છે સાવધાન.

તું ભ્રમર થઈને પ્રવેશે છે અહીં,
સ્વપન બિડાતું કમળ છે સાવધાન.

અર્થ દ્રશ્યોના હવે નોખા થશે,
દ્રષ્ટિ પર આછાં પડળ છે સાવધાન.

તાગ આંખોનો કદી પામ્યો નહીં,
એ મહાસાગર અતલ છે સાવધાન.

લાખ સરનામાંઓ તું બદલે ભલે,
મૃત્યુ તારાથી ચપળ છે સાવધાન.


0 comments


Leave comment