40 - જો વરસાદ આવે / ઉર્વીશ વસાવડા


જો વરસાદ આવે,
તો તું યાદ આવે.

પછી માટી મ્હેકે,
ને ઉન્માદ આવે.

ક્ષણો આ સુખોની,
દુઃખો બાદ આવે.

ધરા કંઈક કંપે,
કોઈ નાદ આવે.

ગગન ગોખલેથી,
ગહન સાદ આવે.


0 comments


Leave comment