71 - ૧૨ એપ્રિલ / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ


      એક અનુભવના ઓળા બીજા અનુભવો પર પણ પથરાય છે. મમ્મીના પેટે હાથ મૂકીને સુવું એ કંઈ મારા માટે નવી વાત નથી. પરંતુ, હવે ?

      આજે બપોરે મમ્મી જમીને હીંચકે સૂતી-સૂતી હીંચતી હતી. એણે એક યુક્તિ કરી છે. હીંચકાની સામેની દીવાલ પર ખીલી નાંખી એને દોરીનો એક છેડો બાંધ્યો છે અને બીજો છેડો હાથમાં. રસોડું ધોઈ હું પણ એની પાસે સૂતી. માંડ માંડ સાંકડમોકડ સમાયાં. જેવો મેં મમ્મીના પેટે હાથ મૂક્યો ને એકાએક મને વૃંદા યાદ આવી ગઈ ! એક ઝટકે ઊભી થઈ ગઈ.... શું વૃંદાને ય આવું થતું હશે ?


0 comments


Leave comment