31 - એ આવતાં.... / ભાનુપ્રસાદ પંડ્યા


ના માર્ગને કંઈ રહ્યું અવ ચીંધવાનું
બાકી, જૂનું વજન વાયસના અવાજે
દીધું ગુમાવી ! પ્રહરો સુધી બારસાખે
ઝૂકેલ વેલ ખસતી, નિતનો હિસાબ
જે ટેરવે દિવસનો અણથંભ થાતો
તે યે ગયો અટકી ! શુક સમો અજંપો
જંપ્યો જઈ નીરની નિજ વાસયષ્ટિ !

એ આવતાં-ત્વરિત હાથ પ્રસારી દ્વાર
ઊભાં, અચાનક હસ્યું જૂઈ માંડવાની
નીચે બીજું ફૂલ નવું ! ધૂળ આંગણાની
આંકે ઉમંગ ડગલે ડગલે, ચઢી ગૈ –
શી બાઢ આ પગથિયે પગલાં મૂક્યાં ત્યાં !
હંમેશ જે બદલતી પડખાં, હવે તે
રાત્રી થઈ હીંચતી રોજ ધસી હિંડોળે !


0 comments


Leave comment