33 - ચહે પરમ શ્રેયને ! / ભાનુપ્રસાદ પંડ્યા


દિને નવલ વર્ષને શ્વશુર માહરાને બધાં
જતાં સ્થવિર ભવ્યને પરમ માનથી વંદવા.
શિરે ધવલ કેશ ને વસન શ્વેત અંગે ધરી
હિમાદ્રી સત સોહતા પુનિત જ્હાનવી શબ્દની
‘જીવો શરદ સો’ – તણી સભર અંતરે રેલતા !
જરી શરમથી નમ્યાં નયન છેડલે ઢાંકતી
ગઈ પ્રણમવા તદા વદત પૂજ્ય ખોંખારતા :
‘અખંડ તપજો સુહાગ તુજ વાંછતો હું, વધૂ !’

હતા નિવસતા વિદેશ પ્રિય કંઠ નાવ્યા હજી !
ઉરે ઊપસતી છબી ભ્રમણ એમનું ક્યાં હશે ?
અને ‘શરદ શો’ તણી નહિ જ આશિષો પામશે ?
ભર્યા ગૃહ વિશે ગ્રસે વરવી શૂન્યતા સામટી !
અરે, શ્વશુરપ્રાજ્ઞતા ! સરતી માહરી મુગ્ધતા !
ચહે પરમ શ્રેયને મમ ‘સુહાગમાં બેયના !


0 comments


Leave comment