73 - ૨૫ એપ્રિલ / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ
આજે શાકમાર્કેટમાં કાલિન્દી મળી ગઈ. થયું હમણાં વૃંદા વિશે પૂછશે તો ? પરંતુ એને જોતાં લાગ્યું કે સંસારની જંજાળમાં બરાબર ગૂંચવાયેલી છે. એક બેબી અઢી-ત્રણ વર્ષની આંગળીએ અને બીજાની પ્રતીક્ષા ! સાવ લઘર-વઘર દેખાવ. અમે દસમા સુધી સાથે ભણેલાં. મને યાદ છે, એ કાયમ અપ-ટુ-ડેટ હોય. ગુરુવારે ફ્રી ડ્રેસમાં બંગડી, બુટ્ટી, ચાંલ્લો અને ફૂલ સુધ્ધાં મેચિંગ ! મુંબઈમાં કઈ ફેશન ચાલે છે, એ જાણવું હોય તો કાલિન્દીને મળો. લવમેરેજ કરેલાં. હાલ એના પતિની બદલી ભૂજ થઈ છે. મેં જરા મજાક કરતાં કહ્યું, ‘કેમ વિરહિણી મજામાં ?’ જવાબમાં કહે, ‘હવે શું, બે છોકરાં તો થઈ ગયાં !’
એટલે શું માતૃત્વ એ સ્ત્રી-પુરુષનાં સખ્યની ઇતિશ્રી.... ? મને યાદ આવી ગઈ, ‘નદી કે દ્વીપ’ની રેખા... ભુવન અને પ્રેમની સાર્થકતા અનુભવતી.... ‘ભુવન... આઈ એમ ફુલફિલ્ડ...’ ‘અબ તો ઔર ભી.....’
સાચું કોણ – રેખા કે કાલિન્દી ?
1 comments
Nisha
Nov 30, -0001 12:00:00 AM
kya baat
1 Like
Leave comment