75 - ૨૦ મે / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ


આજે રુચિનો પત્ર આવ્યો. અહિંદીભાષી નવલેખક શિબિર પાંચમી જૂનથી અમદાવાદમાં જ યોજાવાનો છે. એકદમ મૂડ આઉટ થઈ ગયો. હતું કે ક્યાંક બહાર જવાશે... મમ્મીએ એક પ્રસ્તાવ મૂક્યો. ‘બે વર્ષથી અંબાજી જવું છે. જો તને અનુકૂળ હોય તો બે દિવસ જઈ આવીએ.’ આ મન પણ કેવું છે ? હવે એકાએક ક્યાંય જવા નથી માગતું. મારા મનથી ય દૂર ઊંડે ઊંડે લપાઈ જવું છે ક્યાંક.....0 comments


Leave comment