41 - ક્ષણ જીવું બે-ચાર તમે એ કોને પૂછશો ? / ઉર્વીશ વસાવડા
ક્ષણ જીવું બે-ચાર તમે એ કોને પૂછશો ?
કે જીવું દસ-બાર તમે એ કોને પૂછશો ?
વાત થઈ શકે અહીં કેવળ દર્પણની હારે,
બાકીનો વ્યવહાર તમે એ કોને પૂછશો ?
કાળ નદીનો આ કાંઠો તો ઉજ્જડ ભાસે,
શું છે સામે પાર તમે એ કોને પૂછશો ?
જળ થળ વચ્ચે ભેદ રહી ગયો છે આભાસી,
કાંઠાનો વિસ્તાર તમે એ કોને પૂછશો ?
કેદ થઈ ગયા મ્હેલ બનાવીને ખુદ એમાં,
ક્યાં છે એનું દ્વાર તમે એ કોને પૂછશો ?
કે જીવું દસ-બાર તમે એ કોને પૂછશો ?
વાત થઈ શકે અહીં કેવળ દર્પણની હારે,
બાકીનો વ્યવહાર તમે એ કોને પૂછશો ?
કાળ નદીનો આ કાંઠો તો ઉજ્જડ ભાસે,
શું છે સામે પાર તમે એ કોને પૂછશો ?
જળ થળ વચ્ચે ભેદ રહી ગયો છે આભાસી,
કાંઠાનો વિસ્તાર તમે એ કોને પૂછશો ?
કેદ થઈ ગયા મ્હેલ બનાવીને ખુદ એમાં,
ક્યાં છે એનું દ્વાર તમે એ કોને પૂછશો ?
0 comments
Leave comment