42 - વીજ ઝબકારે કશુંક જોયું અમે / ઉર્વીશ વસાવડા


વીજ ઝબકારે કશુંક જોયું અમે,
એક મોતી પળ મહીં પોયું અમે.

નાવ કાગળની ડૂબી ગઈ જ્યારથી,
બાળપણ બસ ત્યારથી ખોયું અમે.

જિંદગી આખી સતત મથતા રહી,
એક ટીપું ઝેરનું દોહ્યું અમે.

સાચવી છે હર પીડા અંગત ગણી,
દુઃખ એ ક્યા રેય ના રોયું અમે.

વસ્ત્ર મેલું છે હતી અમને ખબર,
ને છતાં જાહેરમાં ધોયું અમે.


0 comments


Leave comment