47 - આવ્યાં અલગ લિબાસમાં એને ન ઓળખ્યાં / ઉર્વીશ વસાવડા


આવ્યાં અલગ લિબાસમાં એને ન ઓળખ્યાં,
ખુશ્બૂ ભરે જે શ્વાસમાં એને ન ઓળખ્યાં.

મારી ઉપરની છાપ ઊકેલી શકાય પણ,
પગલાં પડ્યાં જે ઘાસમાં એને ન ઓળખ્યાં.

આખી સફરની ફલશ્રુતિ છે એટલી ફક્ત,
સાથી હતાં પ્રવાસમાં એને ન ઓળખ્યાં.

સામે મળ્યા પછી જ પ્રતીતિ થઈ મને,
ગણતો’તો જેને ખાસમાં એને ન ઓળખ્યાં.

લીલા લચેલા મોલનો આ છે વિષાદ યોગ,
ધરબાય છે જે ચાસમાં એને ન ઓળખ્યાં.


0 comments


Leave comment