5 - રસ્તો ક્યાંથી કરશો ? / ચંદ્રેશ મકવાણા ‘નારાજ’

ઘટનાઓના ઘેરામાંથી સરી સરી ક્યાં સરશો ?
ક્ષણની સામે પાર જવાનો રસ્તો ક્યાંથી કરશો ?

યુગોયુગોથી ચાલ્યા કરતું,
એમ જ અલ્લાબેલી.
કોણ ઉઘાડે દ્વાર ?
જગત તો દ્વાર વગરની ડેલી.

દ્વાર વગરની ડેલી બ્હારે ડગલું ક્યાંથી ભરશો ?
ક્ષણની સામે પાર જવાનો રસ્તો ક્યાંથી કરશો ?

કેટકેટલા રૂપ-રંગમાં
કેટકેટલું ઢળશો ?
કેટકેટલા ક્યારા ખૂંદી
કેટકેટલું ફળશો ?

કેટકેટલું ફૂટી, ફાલી, કેટકેટલું ખરશો ?
ક્ષણની સામે પાર જવાનો રસ્તો ક્યાંથી કરશો ?

1 comments

Jun 02, 2017 10:52:02 AM

vaah

0 Like

Leave comment