6 - હું ને તું / ચંદ્રેશ મકવાણા ‘નારાજ’


ક્ષણ ક્ષણ વચ્ચે સંધાતો સથવારો ઉર્ફે હું ને તું
શ્વાસે શ્વાસે ખડકાતો જનમારો ઉર્ફે હું ને તું.

ખેતર, ક્યારો, સીમ, અગાશી
સસલું, ઉંદર, ફૂલ, કપાસી;
યાદ હશે એ સઘળે સઘળું
ફળિયું, ધોકો, હળવી ખાંસી;

અતીતની એ યાદોનો અણસારો ઉર્ફે હું ને તું
શ્વાસે શ્વાસે ખડકાતો જનમારો ઉર્ફે હું ને તું

અડકો, દડકો, દહીં દડુક્કો
સૂની વાડી, ચપટી તુક્કો
સાંજ, તાપણી, ટોળા વચ્ચે
સોનપરીમાં સરતો હુક્કો

સઘળું માણી.. મીંચાતો પલકારો ઉર્ફે હું ને તું
શ્વાસે શ્વાસે ખડકાતો જનમારો ઉર્ફે હું ને તું.


0 comments


Leave comment