10 - હમણાં હમણાં / ચંદ્રેશ મકવાણા ‘નારાજ’


હમણાં હમણાં હાથ ફૂટ્યા
      ને હમણા ફૂટી આંખો

કાલ સુધી ક્યાં કશું કર્યાની
       ઈચ્છા સ્હેજે થતી
દૃશ્યો તો છે યુગોયુગોથી
       પણ દૃષ્ટિ ક્યાં હતી.

કાલ સુધી ક્યાં હરામથીયે
      હલી માંદલી પાંખો.
      હમણાં હમણાં હાથ ફૂટ્યા.....

મોડા મોડા તોય મારેલી
       ભોમે તરણાં ફૂટ્યા
હતા પીળના પ્હાડ અડીખમ
      હાશ ! હવે તો તૂટ્યા

હવે હરખથી અડો આભને
      હવે ન કેવલ ઝાખો.
      હમણાં હમણાં હાથ ફૂટ્યા....


0 comments


Leave comment