49 - દ્વાર ખોલું કે ન ખોલું એજ અવઢવ હોય છે / ઉર્વીશ વસાવડા
દ્વાર ખોલું કે ન ખોલું એજ અવઢવ હોય છે,
આ ગલીમાં જયારે જયારે એનો પગરવ હોય છે.
હું ડૂબું એ વાત તો સંભવ નથી ક્યારેય પણ,
સ્વપ્નમાં પણ હાથમાં એનો જ પાલવ હોય છે.
ઝંખના ઉત્કટ છતાં મુક્તિ કદી મળતી નથી,
જીવને એવું ક્યું વળગણ ભવોભવ હોય છે ?
પાનખરમાં પણ પછી લાગે છે ડાળીઓ સભર,
એક પણ પંખીનો જો મોજૂદ કલરવ હોય છે.
કોઈ પણ એના વિષે સાચું કદી ક્યાંથી લખે ?
માનવીને ક્યારે મૃત્યુનો અનુભવ હોય છે ?
0 comments
Leave comment