52 - તેં દીધા છે સમ મને ભૂતકાળનાં / ઉર્વીશ વસાવડા


તેં દીધા છે સમ મને ભૂતકાળનાં,
આપણે પંખી હતાં એક ડાળનાં.

વસ્ત્ર બે ક્યારેય ના સરખાં બન્યાં,
તાંતણા જોકે હતાં એક શાળનાં.

હાથનો માન્યો ગુનો ના કોઈએ,
ન્યાય તોળ્યા તોપચાંની નાળનાં.

કોઈ પંખી ત્યાં હવે બેસે નહીં,
ભાગ્ય ફૂટ્યાં પારધિની જાળનાં.

મેં ગઝલ રૂપે કહ્યું’તું જે કંઈ,
એ ખુલાસાઓ હતા એક આળનાં.


0 comments


Leave comment