53 - નભ મહીં જ્યાં વાદળાં ઘેરાય છે / ઉર્વીશ વસાવડા
નભ મહીં જ્યાં વાદળાં ઘેરાય છે,
યક્ષ વિહવળ મારામાં થઈ જાય છે.
એ તૃષાનો અર્થ પૂછે છે મને,
જે મને મૃગજળ હંમેશાં પાય છે.
અહીં કદાપિ રણ હતું બસ એટલે,
જળ તમે સ્પર્શો છતાં લૂ વાય છે.
મોરપીછાં શોધતાં ચાલ્યા જજો,
એજ રસ્તો ગોકુળે લઈ જાય છે.
જ્યાં પ્રથમ વરસાદનું ટીપું પડે,
આ ધરા પણ ગદ્દગદિત થઈ જાય છે.
0 comments
Leave comment