79 - ૧ જૂન / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ
થાય છે, પછી જતી રહું નવાનગર. નથી લેવો ભાગ શિબિરમાં. એક તો સતત દુણાતું મન અને પાછી ઉપરથી ખાલી હોસ્ટેલ. વેકેશનમાં હોસ્ટેલ કોઈ પાનખરના વૃક્ષ જેવી લાગે. નીચેના બધા ડબલ સીટેડ રૂમ ખાલી કરીને જતી રહે છોકરીઓ, રહે અમારા જેવાં દસ-બાર રિસર્ચવાળાં ! આ દિવસોમાં બધી મેસ પણ બંધ.
ઉનાળાના બધાં લાંબા કંટાળા ભર્યા દિવસો... વૈશાખની લૂ ખાલી લોબીમાં હડિયાપટ્ટી કરતી રહે... અથડાતાં રહે ક્યાંક ખુલ્લાં રહી ગયેલાં બારણાં.... છજાં પર બેઠેલાં કબૂતર જેવી રાખોડી બપોર સામે બગીચાના બે-ચાર લીલા છોડ કેવા નિમાણા લાગે છે ! ચારે બાજુ સુક્કું અને બદરંગ ... આખ્ખું વાતાવરણ સતત ચચર્યા કરે મનમાં....!
0 comments
Leave comment