80 - ૨ જૂન / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ


   આજે તો રુચિએ જમાડી, ખાસ મારા અને સલિલ માટે લંચબોક્સ લઈ આવી હતી. પંજાબી આલુ પરોઠા, ટુ ઇન વન ! એક પરોઠું કિટલીવાળા કનુભાઈએ પણ ચાખ્યું. આજકાલ ત્યાં પણ વેકેશન છે, વળી ઉપરથી ઉનાળો ! લોકો શેરડીનો રસ વધુ પસંદ કરે. હા, અમારા જેવા બંધાણીને બાદ કરતાં. પણ આજે ચ્હામાં બહુ મજા ન આવી. દેવી નહોતો. હંમેશના નિયમ પ્રમાણે ભાગી ગયો છે. દર પહેલીએ પગાર હાથમાં આવે એટલે ભાઈ અઠવાડિયા માટે અદૃશ્ય થઈ જાય. એક દિવસના ચાર શોના હિસાબે ફિલ્મો... હોટલો. પછી ખિસ્સું ખાલી થતાં વાપસ. કનુભાઈના હાથનો પ્રસાદ ખાઈને ચડી જાય કામ પર ! બંને વચ્ચે મેળ ઘણો. અમને પણ દેવીની સલામ વિનાની ચ્હા ઊગે નહીં.0 comments


Leave comment