11 - અંધાધૂંધી થાશે / ચંદ્રેશ મકવાણા ‘નારાજ’

અંધાધૂંધી થાશે.
રોક... નહિતર, હમણાં મારી રગરગ સળગી જાશે.

આંગળીઓમાં આગ ભરીને
રઝળું છું હું રણમાં,
રોજ સવારે થાય રૂપાંતર
મારું સમરાંગણમાં,

સમરાંગણમાં સડતું લશ્કર મને જ કોરી ખાશે.
રોક... નહિતર, હમણાં મારી રગરગ સળગી જાશે.

રાત પડે ત્યાં રંજ-રોષનું
ધાડું લઈને આવે,
મારી ખુદની સમજણ
મુજમાં રહી મુજને હંફાવે.

એવું લાગે મારું છત્તર મારાથી જ હણાશે
રોક... નહિતર, હમણાં મારી રગરગ સળગી જાશે.

0 comments

Leave comment