16 - કબીરા / ચંદ્રેશ મકવાણા ‘નારાજ’


ટૂંકી ટચરક વાત કબીરા,
લાંબી પડશે રાત કબીરા.

અવસર કેવળ એક જ દિ' નો,
વચ્ચે મહિના સાત કબીરા.

ખુલ્લમખુલ્લી પીઠ મળી છે,
મારે તેની લાત કબીરા.

એક મૂરખને મીંઢો ગણવા,
ભેગી થઇ છે નાત કબીરા.

કાપડ છો ને કાણી પૈનું,
પાડો મોંઘી ભાત કબીરા.

જીવ હજીએ ઝભ્ભામાં છે,
ફાટી ગઈ છે જાત કબીરા.


0 comments


Leave comment