17 - નજર નજરને ઝાલી / ચંદ્રેશ મકવાણા ‘નારાજ’


સીમ તણી સેંથીમાં આંજી કેસૂડાની લાલી,
પવન વસંતી ચાલ્યો ચાલી મહેક વસંતી ચાલી

મહુંડે-મહુંડે ઘેન ખર્યા
પાંદડીએ પાંખો ફૂટી,
ફૂલ કસુંબલ આંખો લઈ
કલરવની ફોજ વછૂટી.
માળે માળે મદન ઝળુંબ્યો ચાંચ ચાંચમાં ઘાલી
પવન વસંતી ચાલ્યો ચાલી મહેક વસંતી ચાલી.

સીમ સોસરી નીકળી ચાલી
ડમરી વગાડો વીંધી
ગવન ગુલાબી ચાલ્યા
ચાલ્યા ઝરણાં ડુંગર ચીંધી.
ચાલ્યા ઉંબર ચાલ્યા, ચાલી નજર નજરને ઝાલી...
પવન વસંતી ચાલ્યો ચાલી મહેક વસંતી ચાલી.


0 comments


Leave comment