81 - ૪ જૂન / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ


      રેડિયોમાં ગાલિબ કહી રહ્યા છે :
‘વહ ફિરાક ઔર વહ વિસાલ કહાઁ
વહ શબ-ઓ-રોજ-ઓ-માહ-ઓ સાલ કહાઁ.’

     એકલા દુઃખને તો રડીને ય હળવું કરી શકાય, પરંતુ સાથોસાથ અપમાનના, અસ્વીકારના ડંખ હોય તો ! કામાણીસાહેબ ન હતા ત્યારે વૃંદાએ મને સ્વીકારી, અને જ્યારે ડૉક્ટર અજિત આવ્યા એટલે ? તો શું હું એના માટે અવેજીનું અસ્તિત્વ હતી ? જો એવું હતું તો પછી મારું મન કેમ એની પાછળ દોડે છે ? શું હું ય એને કોઈના અભાવમાં સ્વીકારું છું ?0 comments


Leave comment