56 - કાળના સૂના તટે / ઉર્વીશ વસાવડા
કાળના સૂના તટે,
કો અકથ ઘટના ઘટે.
છે પડળ દ્રષ્ટિ ઉપર,
લાખ પડદા છો હટે.
ખેપ માટી કેટલી ?
આ વસુધા ના પટે.
આ વ્યથા દીધી જેણે,
કેમ એનાથી મટે ?
નાદ છે એનો જ તું,
નામ તું જેનું રટે.
કો અકથ ઘટના ઘટે.
છે પડળ દ્રષ્ટિ ઉપર,
લાખ પડદા છો હટે.
ખેપ માટી કેટલી ?
આ વસુધા ના પટે.
આ વ્યથા દીધી જેણે,
કેમ એનાથી મટે ?
નાદ છે એનો જ તું,
નામ તું જેનું રટે.
0 comments
Leave comment