58 - રેત નીચે હોય જળ એ શક્ય છે / ઉર્વીશ વસાવડા


રેત નીચે હોય જળ એ શક્ય છે,
ને ખીલે એમાં કમળ એ શક્ય છે.

ક્યાંક જીવનમાં સ્મૃતિ-મંથન ક્ષણે,
નીકળે કેવળ ગરલ એ શક્ય છે.

કાચ શો દીસે બરડ જે માનવી,
હો પ્રવાહીથી તરલ એ શક્ય છે.

કૈંક યુગયુગથી થીજેલાં જળમહીં,
સ્પર્શથી ઊઠે વમળ એ શક્ય છે.

શૂન્યના પેટાળમાં જો જઈ શકો,
હોય ત્યાં સૃષ્ટિ સકળ એ શક્ય છે.


0 comments


Leave comment