59 - ક્યાંક તાળું છે ક્યાંક ચાવી છે / ઉર્વીશ વસાવડા


ક્યાંક તાળું છે ક્યાંક ચાવી છે,
ભાગ્યની રીત સાવ આવી છે.

કંઈક સ્મરણો મૂકીને કાગળમાં,
એક હોડી અમે વહાવી છે.

એક સૂરજને સાચવ્યો તોયે,
ભાગ્યમાં કાળી રાત આવી છે.

કોઈ રસ્તા ઉપર નથી ચાલ્યા,
કેડી કાયમ નવી બનાવી છે.

કોઈ ઘરના અદીઠ ખૂણામાં,
શબ્દની ઘૂણીઓ ધખાવી છે.


0 comments


Leave comment