61 - પુષ્પની અફવા સુગંધી તરબતર / ઉર્વીશ વસાવડા
પુષ્પની અફવા સુગંધી તરબતર,
કોણ ફેલાવે છે એની શોધ કર.
શબ્દ શાહીને કલમ તારી મૂડી,
છે પછી જગમાં તને કોની ફિકર.
એ હકીકત છે કે ભીંજાયા બધા,
વાદળું વરસ્યું કે નહીં કોને ખબર.
પારદર્શક માનવીનું શું થશે,
કાળમીંઢા પથ્થરોનું છે નગર.
લાગણી સમતોલ રાખી છે સદા,
લક્ષ્ય વીંધાયું નથી કારણ વગર.
0 comments
Leave comment