47 - વારિધિ / ભાનુપ્રસાદ પંડ્યા


મિલન દ્રયનું એ પ્હેરેલું – ભૂકંપ દ્રગે થયા !
દ્રુત ગતિ અશી રોમે રોમે અડી ક્ષણ એકમાં
અનિલલહરી શી વૈશાખી ! પ્રહર પ્રત્યંગમાં
શતશરતણા ! નિશ્વાસોમાં વરાળ વમી રહ્યાં !
દ્રય ઉર મળ્યાં ને કાયાના નિદાધ ગયા શમી
જલસભર બે વ્હેળાનો શું ગયો થઈ સંગમ ?
ભરતી ઊભરી કંઠારોપે છવાઈ નિરંકુશ.
સભય જન સૌ છેટાં : તું હું રહ્યાં નિજમાં રમી !

શરદજલની આછી ઝીણી પછી મૃદુ પામરી
ઘડીક ધરી ત્યાં એયે પછી ગઈ તનથી સરી !
અવ ભૂખર આ વેળુ હૈયે રમે અકુતોભય
શિશુયૂથ ઘણાં સંધ્યાવેલા-કૃતાર્થ થયાં દ્રય !
ઝરણ રણ શાં સૂકાં સૂકાં ? રખે સખિ ! માનતી !
જરીક ખણી જો, છે ભારેલો કણેકણ વારિધિ !


0 comments


Leave comment