19 - મને ખબર છે / ચંદ્રેશ મકવાણા ‘નારાજ’

મને ખબર છે કેમ ઉગરવું, હું પણ મારગ ભૂલ્યો છું.

મેં જ બનીને દાતરડું કાપી છે
મારી વાડો,
મનેય વેતરી નાખ્યો છે મેં,
આવ્યો જ્યાં હું આડો.

કમળ પાંદડી માફક ક્યાં હું હળવે હળવે ખૂલ્યો છું,
મને ખબર છે કેમ ઉગરવું, હું પણ મારગ ભૂલ્યો છું.

એવા મક્કમ રાખ્યા છે મેં,
બેઉ ચરણના તળિયા.
સ્હેજ ડગે ના ધરતીમાંથી
ફૂટે ભલેને સળિયા..

પરપોટાની માફક ક્યાં હું ફૂટી જવાને ફૂલ્યો છું,
મને ખબર છે કેમ ઉગરવું, હું પણ મારગ ભૂલ્યો છું.

0 comments

Leave comment