22 - મને / ચંદ્રેશ મકવાણા ‘નારાજ’


આયખું આખ્ખું સતાવ્યો છે મને,
રોજ કાપી રોજ વાવ્યો છે મને.

રોજ નોખા ઓરણ ઓર્યા પછી,
રોજ ચપટીએ ચઢાવ્યો છે મને.

તું જ તારા હોઠથી કહેને ભલા,
કેટલી વેળા દળાવ્યો છે મને.

જીતવાની ટેવમાં ને ટેવમાં,
તેં ગમે ત્યારે હરાવ્યો છે મને.

એકલો ‘નારાજ’ જાણે છે હજી,
મેં કઈ રીતે જીવાડ્યો છે મને ?


0 comments


Leave comment