24 - હથિયારની / ચંદ્રેશ મકવાણા ‘નારાજ’


ખાલ ખણતા ખોખલા ઘરબારની
મેંય મીંચી આંખ છેલ્લી વારની.

ધ્રાસકા ઊડી જશે આકાશમાં
કોર ના દીવાલ કારાગારની.

આગવો અણસાર પેદા થાય તો
છોડ ચિંતા આગવા આકારની.

આંગળીનો કંપ પણ વરતાય ના
એક છુટ્ટી ફેંક બાજી હારની.

હાથથી ‘નારાજ’ થઈ જાવું પડે,
એટલી પરવા ન કર હથિયારની.


0 comments


Leave comment