85 - ૮ જૂન / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ
આજે સવારે એક કવિતા લખાઈ :
આઊંગી મૈંઆઊંગી મૈં,ઠીક વક્ત પરઆઊંગી મૈં,જૈસે સિક્તી હુઈ રોટીમેં ગંધ !જૈસે બિક્તી હુઈ સબ્જીમેં રંગ !!આઊંગી મૈં,આઊંગી મૈં,જૈસે બરસાતકી ઝડીમેં પેડોંકી પનાહેંજૈસે ઠિઠુરતી રાતોંમેં અલાવોંકી આહટેં !!આઊંગી મૈં,આઊંગી મૈં,જૈસે ઔરત કી કોખમેં આતા હૈ બીજજૈસે જીવન લૌટાતેં હેં ત્યોહાર ઓં’ તીજ !!આઊંગી મૈં,આઊંગી મૈં,અતિપ્રતીક્ષિત પત્ર-સી !બાહોં-વક્ષોં કે છત્ર-સી !!આઊંગી મૈં.
ઘણીવાર આપણે માણસને એના બાહ્ય દેખાવ પરથી અન્યાય કરી બેસીએ છીએ. આજે ડૉ.કુસુમબાલા એમની રચનાપ્રક્રિયા વિશે બોલ્યાં. શોખ માટે ભણ્યાં, શોખ માટે નોકરી લીધી અને શોખ માટે જ લખે છે. જો માત્ર સમય પસાર કરવાનો જ પ્રશ્ન હોય તો બીજી ઘણી પ્રવૃત્તિઓ કરી શકાય....
સાંજે ગેસ્ટહાઉસમાં જમવા જતાં રસ્તામાં મેં ઉજાસ પાસે આ મુદ્દો છેડ્યો ત્યારે મૂળ વાતનો કંઈક અણસાર મળ્યો. પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિની નિ:સંતાન પત્નીનો મૂળ પ્રશ્ન છે – ટકવાનો. જો એ લખતાં ન હોત તો કદાચ એમણે આત્મહત્યા કરી હોત !!
જો ચહેરાની પેલી તરફની વાસ્તવિક્તા આપણે જાણી શકતા હોત તો ? સંભવ છે ઘણાંને ધિક્કારત, પરંતુ ઘણાંને ચાહી પણ શકાત.....
0 comments
Leave comment