1 - અવાજ ૧ / વસંત જોષી


અવાજ ઘેરો
હરફર થઈ ઊચકાય
ખડકાય પહાડના ઢગ
પીંડીનાં કળતરમાં
ડૂબે આખ્ખે-આખું
ઠૂંગરાતું ડૂસકું
રૂંવે રૂંવે ફેલાય તેજ લિસોટો
વનલતાની કૂણી-કૂણી સેજ
આસપાસ પથરાય નદીકાયા
પવન પાતાળ થઈ રમતો
જિહ્વાગ્રે જન્મે તરંગ કાફી
ચલમ ધૂણે ધૂમાડે
તકિયા નીચે કાન લાલઘૂમ
તરણા જેવા વાળ કાન પર
હરફર થઈ ઊચકાય
ખડકાય પહાડના ઢગ વચ્ચે
આખ્ખે-આખો
અવાજ ઘેરો.

૨૫ ઓગસ્ટ ૧૯૮૮


0 comments


Leave comment