2 - અવાજ ૨ / વસંત જોષી


કદાચ ઊતરે પીંડીમાં
કળકળતો અવાજ
ગંઠાઈ ગયેલી જિજીવિષા
ચાવ્યા કરે
યુગોથી ફેંકાતી
સુફિયાણી વાણીનાં ચોસલાં
કંઠમાંથી બહાર આવતા પહેલા જ
તૂટી જાય છે
અવાજના ગઢ
પાંપણે પથ્થર બાંધીને
ઢાળી દીધા પછીની
ગાઢ ઊંઘમાં
ઉડાડ્યો’તો હોઠના થડકારમાં
‘પાપા’ ‘પાપા’ બોલતા,
ઉડાડ્યો’તો પાપાના પેટ પર
કમરના મણકા કળતા બંધ
પીંડીમાં
ઊતરે છે આખ્ખે-આખો
‘ને કળ્યા કરે
સવાર સાંજ
રણકાર વિનાનો
બોદો અવાજ.

સપ્ટેમ્બર ૧૯૮૮


0 comments


Leave comment