3 - અવાજ ૩ / વસંત જોષી


અવાજના શહેરમાં
ખાલીપો ક્યાં ?
વહી જાય છે શેરીઓ મારામાં
ભળી જાય છે અવાજ લોહીમાં
સાવ ઠરી જાય છે
તાપણું
છતાંય શેક્યા કરું છું
કદાચ ઓગળી જાય
ખાલીપો મારામાં
માથું પછાડે મારી છાતીમાં
છુંદાવેલી વેદનામાં
ખૂંચી જાય તીર
ખળખળ વહે
રક્તનાં વહેણ
શેરીઓની ઊભરાય ગટર
અવાજના પોલાણમાં
ભરડો લઉં
આખાયે શહેરનો
ક્યાંક
       કદાચ
             કણસે તો
પણ
       ક્યાં
             છે ?
અવાજના શહેરમાં ?
        ખાલીપો !!!

નવેમ્બર ૧૯૮૮


0 comments


Leave comment