4 - અવાજ ૪ / વસંત જોષી
અવાજનાં પારેવાં
ધોળાં ધોળાં બરફ જેવાં
ઊડે
ગળું ફુલાવી કરે ઘૂઘવાટ
ચરકે
આખું આંગણ
સફેદ સફેદ
બીજું તો પૂછશો જ નહિ
નહિ તો ઊઠશે સવાલ
સફેદીનો
પડઘાશે પારેવાં
ચારે દિશામાં
ફફડાટમાં ખખડશે ખરલ
ઘૂંટાય જે ભીતર
ચરકની સફેદી
સરકની સંહિતા
વહી જાય ભીતરથી
બરફ જેવું પાણી
સફેદ સફેદ સફેદ
પડઘાય કાનમાં
ધોળાં ધોળાં
બરફ જેવાં
પારેવાંનો
અવાજ
૧૦ ડીસેમ્બર ૧૯૮૮
0 comments
Leave comment