64 - ચહેરાને હું જોવા મથું છું આયના વગર / ઉર્વીશ વસાવડા
ચહેરાને હું જોવા મથું છું આયના વગર,
ક્યાં છે ઉઝરડા યાદના ક્યાંથી પડે ખબર.
ફૂલોએ રાતવાસો કર્યો’તો અહીં કદી,
છે ઘરની હર દીવાલપર એની હજી અસર.
જળના પ્રવાહથી એ ફરી જીવતું થશે,
શાપિત હતું યુગયુગથી જે પથ્થર તણું નગર.
સૌંદર્યનો ખ્યાલ એ આંખોની દેણ છે,
લૈલાને જોવા છે જરૂરી કૈશની નજર.
મુખથી જે અનાયાસ વ્યથામાં સરી પડે,
એ શબ્દ તો ઇતિહાસમાં થઈ જાય છે અમર.
0 comments
Leave comment