88 - ૧૧ જૂન / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ


      સોળમીએ સોમનાથ-દ્વારિકા પ્રવાસનું આયોજન થાય છે. જો કે આ સ્થળોનું આપણને બહુ ન હોય પરંતુ ગુજરાતમાં પહેલી વાર આવતા લોકોને વિશેષ મહત્વ હોય. મેં ઉજાસને કહ્યું, ‘તમે તો માર્ક્સવાદી છો ને જાતરા કરવા જશો ?’ એણે કહ્યું, ‘એક બાત તો સ્પષ્ટ હૈ કિ સમુદ્ર કા કોઈ વાદ નહીં હોતા. ક્યોં ઠીક હૈ ન મેડમ ? ઔર દૂસરા યહ કિ મૈં કેવલ સોમનાથ હી જાઉંગા. (કદાચ કૃષ્ણનું સામંતીય રૂપ એમને સ્વીકાર્ય નહીં હોય!) ઔર દેખુંગા કિ ધર્મ કે પાસ ધન ઔર તાકાત આને પર ઐય્યાશી ઔર શોષણ કિસ હદ તક બઢતે હૈં, ઔર આગે ચલ કર કૈસી બરબાદી કો બુલાતે હૈં !’

      ઉજાસનું સાન્નિધ્ય, એની વાતો, એની કવિતા ગમે છે. કદાચ હું એના તરફ ઢળતી જાઉં છું....


0 comments


Leave comment