26 - હોતા નથી / ચંદ્રેશ મકવાણા ‘નારાજ’


કોણ કહેશે કે વમળ હોતાં નથી
આપણા ચક્ષુ ચપળ હોતાં નથી.

ક્યાંકથી ઓછી પડે છે સાધના
ક્યાંક સંજોગો સરળ હોતાં નથી.

આયનો પણ આભનો પર્યાય છે
આયનાના ક્યાંય તળ હોતાં નથી.

આદમી તો સાવ સાચ્ચો હોય છે
ફક્ત પુરાવા સબળ હોતાં નથી.

આંખમાં આંજ્યા પછી નારાજગી
લૂછવા માટેય જળ હોતાં નથી.


0 comments


Leave comment