28 - સંચર નહીં / ચંદ્રેશ મકવાણા ‘નારાજ’


આમ ડાળેડાળમાં સંચર નહીં,
ફૂલની સંગત વધારે કર નહીં.

ગામ આખ્ખું ઘેનમાં ડૂબી જશે,
તું હવામાં આટલું વિસ્તર નહીં.

રોજ ઊઠી એ વધુ રંજાડશે,
રોજ ઊઠી કોઈને કરગર નહીં.

ત્યાં વીતેલો કાળ સૂતો છે હજી,
લાગણી, તું સ્હેજ પણ ભાંભર નહીં.

હારવાના મૂળમાં બસ તું જ છે,
આંગળી ‘નારાજ’ સામે ધર નહીં.


0 comments


Leave comment