29 - લાગ છે / ચંદ્રેશ મકવાણા ‘નારાજ’


એ જ તો મારી ભીતરનો રાગ છે,
આગ, કેવળ આગ, કેવળ આગ છે.

તું નરી આંખે નિહાળી નહીં શકે,
રક્તમાં થીજી ગયેલો દાગ છે.

આ બિમારીનેય આપો હક બધા,
એય મારી જિંદગીનો ભાગ છે.

તું મદારીને મદારી કહી શકે,
મારે મન તો એય કાળો નાગ છે.

હોઠ મલક્યા છે ફરી ‘નારાજ’ના
જાવ જખ્મો આ જ પાછો લાગ છે.


0 comments


Leave comment