31 - ગુસ્સે થશે હવાઓ / ચંદ્રેશ મકવાણા ‘નારાજ’


ઝાંખી પડી રહી છે એકેક ઝંખનાઓ,
ત્યાં યાદ ક્યાં કરું હું ગુલમ્હોરની અદાઓ.

જાહેરમાં ઘણુંયે કહેવું હતું પરંતુ,
અંગત વિચારણામાં ડૂબી ગઈ સભાઓ.

આપી હતી તમે તો સાચ્ચી જ બાતમી, પણ
માણસ મળ્યું ન એકે કેવળ મળી જગાઓ.

સ્હેજે સમય ન આપો બારી ઉઘાડવામાં,
હમણા ફક્ત નિહાળો અંધારની છટાઓ.

‘નારાજ’ સ્થિરતાની સરહદ વટી ચૂકી છે,
આંખો ઉઘાડ નહિતર ગુસ્સે થશે હવાઓ.


0 comments


Leave comment