32 - બે ઘડી મરતો હશે / ચંદ્રેશ મકવાણા ‘નારાજ’


એય આદમ જાતથી ડરતો હશે
એટલે આકાશમાં ફરતો હશે.

જાતના સર્જન થકી છેટો પડી
એય પશ્ચાતાપ તો કરતો હશે.

રોજ રાતે ચેનથી રોયા પછી
એ સવારે ભેજ થઈ ખરતો હશે.

એટલો વિશ્વાસ તો કરવો ખપે
એય થાકી બે ઘડી મરતો હશે.

સો ટકા ‘નારાજ’ મારી આંખમાં
એ જ રાતો રંગ થઈ તરતો હશે.


0 comments


Leave comment