9 - કાળો ડુંગર – ૧ / વસંત જોષી


આ ટોચ પર આવી ઊભા
આગળ પથરાયું
ચાંદનીનું અફાટ રણ
મીઠાની ખારાશ
આંગળી ચાખે
પવન શાંત
શિયાળ જમે
ઉનાળે ડમરી
શિયાળે ટાઢ
રાત દિવસ
ઝંઝાવાત
અડીખમ
રણમાં
ઊભો
ડુંગર
કાળો.

૧૮ ફેબ્રુઆરી ૧૯૯૫


0 comments


Leave comment