10 - કાળો ડુંગર – ૨ / વસંત જોષી


ડુંગરની ટોચે
ધોમ ધખે
રણની કાંધે
રૂમઝૂમતી સાંઢણી
શ્વેત, બર્ફિલી
ફલેમીંગોની પાંખ
રણનાં બાચકાં ભારે
ડૂબે શિયાળની લાળી
ચાંદનીના ખારાપટમાં
‘લોંગ... લોંગ... લોંગ...’
ઊતરી જાય તળેટીમાં
ફગફગ સેવે
કાદવ વચ્ચે
ફલેમીંગોની જાત
નીચે તળેટીમાં
ટમટમે તંબુ
રણની રાતે.

જાન્યુઆરી ૧૯૯૫


0 comments


Leave comment