15 - તને – ૨ / વસંત જોષી


સૂરજનાં છેલ્લાં કિરણો
રેલાશે હથેળીમાં
પવનની લહેરખી
પલળતાં ઊભાં
ક્ષિતિજે ડૂબતાં કિરણોની લાલિમા
રતુંબડા ચ્હેરાને પીવાની ઉત્કંઠા
મુઠ્ઠી ખોલતાં
વાદળોના ઢગ
કલરવ ધીમેથી
વૃક્ષમાં પોઢી જાય
ડાળીએ લટકતી ઠીબડી
છેલ્લું પાણી પીતી
દોરી પર હીંચકા ખાય
ઘોંઘાટનાં આવર્તન
ધીમેથી બંધ
સૂમસામ શેરી
સામસામે તાકતી
રમ્ય વાતાવરણ
મીઠાં સ્પંદન
સ્મરણપેટી
સૂડી-સોપારી
હીંચકો
તું આવશે ?

૮ મે ૧૯૯૬


0 comments


Leave comment