16 - મને તું / વસંત જોષી


એક ટપકું ગાલે કર્યું
ખળખળ વહ્યું
આકાશ સ્વચ્છ
પંખી ઊડ્યાં
મેદાન તાકતું

એક ટપકું ઝૂમખે ઝીલ્યું
નીર આછર્યા
ફેલાયો ઝબકાર
પવન પડ્યો
ટાઢ થરથરી
હોઠ ધરાના મરક ગુલાબી
બાગના રસ્તે
ભરચક ખીલ્યા
એક ઇશારે
મહેંકી ઊઠ્યાં ખોબે-ખોબે
તરસ તૃપ્ત

એક ટપકું
ઝીલ્યું
પામ્યું

૧૪ ફેબ્રુઆરી – ૧૯૯૮


0 comments


Leave comment