30 - પરાજય (પરિચય) / હરિશ્ચંદ્ર ભટ્ટ[મધ્યયુગીન યુરોપની લોકકથા]


જર્મનીમાં ઇસેનેક અને ગોથાની વચ્ચે હોર્સેલબર્ગની કોઈ ગિરિકંદરામાં વિનસબર્ગને નામે ઓળખાતું સ્થળ હતું. ત્યાં વિનસ(રતિ) મોટો વૈભવ અને વિલાસથી રાજ્ય કરતી હતી. વિનસબર્ગની મોહિનીમાંથી ટાનહોસર નામે એક વીર (Knight) સિવાય કોઈ પાછું ફર્યું ન્હોતું. વિનસબર્ગના વિલાસી જીવનમાંથી નાશી છૂટી; એના અઘમોચનાર્થ ટાનહોસર રોમમાં પોપ પાસે જાય છે. પોપે એને કહ્યું : ‘તારા હાથમાં શુષ્ક કાષ્ટનો જે યાત્રીક દંડ છે તે જો નવપલ્લવિત થાય તો જ તારે માટે સાન્ત્વના (Absolution) અને મુક્તિ છે.’


સાચે જ પેલો શુષ્ક કાષ્ટદંડ બીજે દિવસે નવપલ્લવિત થાય છે. પણ ઘણું મોડું થયું હતું. કારણ કે ટાનહોસર પાછો વિનસબર્ગ ચાલ્યો ગયો હતો.


પરાજય એટલે મૂલ્યાંકનનું નવું દ્રષ્ટિબિંદુ.
એ રીતે અહીં ત્રણેયનો પરાજય કલ્પ્યો છે.
અહીં કથા વસ્તુમાં થોડો ફેરફાર કર્યો છે.0 comments


Leave comment